શાળા ફી વર્ષના ચાર હપ્તામાં ભરી શકાશે, ફી ભર્યા પછી પરત મળશે નહી. જૂન, સપ્ટેમ્બર, ડિસેમ્બર, માર્ચ માસમાં શાળા શરૂ થયાના દસ દિવસની અંદર ફી ભરી જવાની રહેશે. એક માસ પછી આપનાર વિદ્યાર્થી પાસેથી લેઈટ ફી તરીકે રૂ.૧૦૦ વસુલ કરવામાં આવશે.
કેમ્પસમાં કે સ્કૂલ બસમાં બાળકને કોઈ સામાન્ય ઈજા થશે તો તેને પ્રાથમિક સારવાર આપવામાં આવશે અને વાલીને જાણ કરી બોલાવવામાં આવશે. વધુ બીમારી કે ઈજા સમયે વિદ્યાર્થી / વાલીની જવાબદારી રહેશે.
શાળાના નીતિનિયમો અને શરતોમાં જરૂરી જણાયે કેળવણી મંડળ ફેરફાર કરી શકશે, જે દરેકને માન્ય રાખવાના રહેશે.
શાળાનો સમય સોમ થી શુક્ર ૧૦-૩૦ થી ૫-૦૦ રહેશે અને શનિવારે સવારે ૮૦૦ થી ૧૨-૩૦ રહેશે.
કે.જી.ના બાળકો માટેના સમય સોમ થી શુક્ર સવારે ૧૦-૩૦ થી ૧-૩૦ વાગ્યા સુધીનો રહેશે અને ઋતુ અનુસાર સમયમાં ફેરફારને અવકાશ રહેશે.
સ્કૂલ ઓફ સાયન્સનો સમય સોમ થી શુક્ર કોચીંગ સાથે સવારે ૧૦-૩૦ થી ૫-૦૦ નો રહેશે.
ચેપી રોગની અસરવાળા વિદ્યાર્થી શાળામાં હાજરી આપી શકશે નહી.
પુસ્તકો અને નોટબુકોની ખરીદી સમયસર કરી લેવી. તેની યાદી નોટીસબોર્ડ ઉપર મુકવામાં આવશે.
પ્રવેશ ફોર્મ સાથે શાળા છોડયાનું અસલ પ્રમાણપત્ર અને માર્કશીટની પ્રમાણિત નકલ આપવાની રહેશે. ધોરણ-૧૧ અને ૧૨ માં પ્રવેશ લેનાર બાળકોએ વધુમાં ટ્રાયલ સર્ટિ, પાસીંગ સર્ટિની પ્રમાણિત બે બે નકલો પ્રવેશ સમયે જ આપવાની રહેશે.
સત્રના પ્રથમ હપ્તાની ફી ભરપાઈ થયા પછી જ વિદ્યાર્થીનું નામ વર્ગ રજીસ્ટરમાં ચઢાવવામાં આવશે.